Asthi Care
phone-active-3
Follow Us :

મણકા ની ગાદી બહાર નીકળવી (સ્લિપ્ડ ડિસ્ક): અસ્થિ કેર (સુરત) દ્વારા રાહત મેળવો

અસ્થિ કેર સુરત માં, અમે જાણીએ છીએ કે કરોડરજજુના મણકા ની ગાદી બહાર નીકળવાથી કેટલો દુખાવો થઈ શકે છે. આ બ્લોગમાં, આપને કરોડરજ્જુના મણકા ની ગાદી બહાર નીકળવા વિશે, તેના લક્ષણો વિશે અને તેની સારવાર કેવી રીતે કરી શકાય તે વિશે માહિતી આપીશું.

મણકાની ગાદી બહાર નીકળવી (સ્લિપ્ડ ડિસ્ક) શું છે?

મણકાની ગાદી એ કરોડરજ્જુ સ્તંભ ના હાડકાના કોળા જેવા મણકા (વર્ટેબ્રા) વચ્ચેના નાના શોષક તકિયાઓ છે. આ ડિસ્ક ગાદી જેવું કામ કરે છે, કરોડરજ્જુ સ્તંભ ને આંચકો ઓછો કરે છે અને વર્ટેબ્રાને એકબીજા સાથે સરળતાથી સરકવા દે છે. ટૂંકમાં ટુ વ્હીલર ગાડી ના જમ્પર જેવું કામ કરે છે જે ઝટકા સહન કરે છે. ક્યારેક ગાદીની વચ્ચે રહેલો જેલ જેવો નરમ પદાર્થ બહાર નીકળી જાય છે, ત્યારે તે નજીકની નસો પર દબાણ પડે છે, જેના કારણે દુખાવો, જલન,ખાલી અથવા જકડાવ થાય છે.

સ્લિપ્ડ ડિસ્કના લક્ષણો:

● કમરથી પગ સુધી તીવ્ર દુઃખાવો અથવા જલન (સાયટીકા)
● ચાલવામાં અને ઊભા રહેવામાં તકલીફ
● નિતંબ અથવા પગમાં નબળાઈ અથવા જકડાવ
● ઝણઝણાટી અથવા સુન્ન થવાની અનુભૂતિ
● પગ ઉપાડવામાં તકલીફ
● કમરમાં દુખાવો જે બેઠા હો કે ઉભા હો ત્યારે વધુ ખરાબ થાય

સ્લિપ્ડ ડિસ્કના કારણો:

● ઉંમરનો પ્રભાવ: કરોડરજ્જુ સ્તંભ ની ડિસ્ક 30 થી 50 વર્ષની વચ્ચે કમજોર બનવાનું શરૂ કરે છે.
● ભારે વજન ઊચકવું: ખોટી રીતે ભારે વસ્તુઓ ઊચકવાથી ડિસ્ક પર દબાણ વધે છે.
● લાંબા સમય સુધી બેસવું: લાંબા સમય સુધી ખરાબ પોશ્ચરમાં બેસવાથી કરોડરજ્જુ સ્તંભ પર દબાણ પડે છે.
● સ્નાયુઓમાં કમજોરી: નબળા સ્નાયુઓ કરોડરજ્જુ સ્તંભ ને યોગ્ય સપોર્ટ આપી શકતા નથી અને અંતે મણકા તથા ગાદી પર દબાણ વધે છે.

સ્લિપ્ડ ડિસ્કની સારવાર:

સ્લિપ્ડ ડિસ્કની સારવાર સામાન્ય રીતે બિન-સર્જિકલ હોય છે. અસ્થિ કેર સુરત માં, અમે નીચેની સારવાર પદ્ધતિઓનો ઉપયોગ કરી સ્લિપ્ડ ડિસ્કની સારવાર કરીએ છીએ:

● મેનુઅલ એડજસ્ટમેન્ટ (મેનીપ્યુલેશન): કરોડરજ્જુના મણકાનું એડજસ્ટમેન્ટ કરવાથી નસો પરના દબાણને ઘટાડવામાં અને ગતિશીલતા સુધારવામાં મદદ મળી શકે છે.
● સ્નાયુઓની થેરાપી: સ્નાયુઓના જકડાવને દૂર કરવા અને લચકતા વધારવા માટે વિવિધ ટેકનિકનો ઉપયોગ કરી શકાય છે.
● સ્ટ્રેચિંગ અને કસરતો: નિયમિત સ્ટ્રેચિંગ અને કસરતો કરોડરજ્જુ સ્તંભ ને મજબૂત બનાવે છે, સ્નાયુઓને લચકતા આપે છે અને ડિસ્ક પરના તાણને ઘટાડવામાં મદદ કરે છે.

અગત્યની નોંધ: જો તમે અન્ય કોઈ ઓપરેશન કરાવેલું હોય અથવા કોઈ ઈમ્પ્લાન્ટ નાખેલું હોય તો તમારા ડોક્ટરને પહેલા જાણ કરવી જોઈએ.

અસ્થિ કેર સુરત માં, અમે તમને સ્લિપ્ડ ડિસ્કના દુખાવાનું નિરાકરણ કરવા અને આરામ મેળવવામાં મદદ કરવા માટે વ્યક્તિગત સારવાર યોજના બનાવી શકીએ છીએ. અમે તમને સ્વસ્થ કરોડરજ્જુ સ્તંભ અને વધુ સારી ગતિશીલતા મેળવવામાં મદદ કરવા માટે અહીં છીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top